આવ્યું લોકડાઉન
આવ્યું લોકડાઉન


ચાલુ હતું જીવન ધારદાર શ્યામ,
કરતા હતાં તમામ પોતાના કામ,
શાને આવ્યું આ લોકડાઉન કાના?
જીવતો હતો માનવ તું સ્વાર્થમાં,
કરતો હતો પ્રકૃતિને નુકશાન,
પ્રકૃતિના શુદ્ધિકરણ માટે આવ્યું આ લોકડાઉન, હે માનવ આવ્યું આ લોકડાઉન,
સંદેશ આપ્યો ગીતામાં સાત્વિક આહારનો,
તામસી ખોરાક ખાઈ ખોયો આ
માનવજીવનનો સાર
ફરી આહાર બનાવવા સાત્વિક આવ્યું આ લોકડાઉન હે માનવ
આવ્યું આ લોકડાઉન,
સ્વાર્થમાં બની અંધ હતો તું જીવતો માનવ,
પરમાર્થને સાવ ભૂલી ગયો તું હે માનવ,
ફરી પરમાર્થ જગાવવા આવ્યું આ લોકડાઉન,
વધી ગઈ હતી તારી અપેક્ષાઓ ઘણી,
જીવન જીવવા જોઈએ વસ્તુ થોડી,
એ શીખવવા આવ્યું આ લોકડાઉન,
દોટ મૂકી આંધળી દૌલત કમાવવા પાછળ,
ભૂલી ગયો તું ઘર અને પરિવાર,
ભાંગી પડ્યા હતાં સયુંકત કુટુંબ ને ગામડા,
એક કરવા પરિવાર, જીવંત કરવા ગામડા,
આવ્યું આ લોકડાઉન,
રોજ ખાતા નીતનવું હોટેલની કોર
મહત્વ બતાવવા ઘરનું ખાવાનું
આવ્યું આ લોકડાઉન.