કૃષ્ણ મારા સંગાથી
કૃષ્ણ મારા સંગાથી
કૃષ્ણ તમે મારા જીવનભરના સંગાથી
ઉગારજો મને શ્યામ તમામ મુશ્કેલીમાંથી,
હારે શ્યામ તમે જીવનભરના સંગાથી,
કરું સર્વ અર્પણ હું તમારા ચરણોમાં
સોંપુ મારા જીવનની ડોર તમારા હાથોમાં
હારે કૃષ્ણ તમે મારા જીવનભરના સંગાથી,
નથી ડર મને આ જાલિમ દુનિયાનો
આથી
કરું હું તો પ્રેમભાવથી શ્યામની માળા
મુસીબતમાં કરે એ તો મારા રખવાળા,
કરું હું તો ગોવિંદ તારું રટણ રોજ
બસ મને તો છે માત્ર તારી ખોજ,
કહે નારી પતિ મારો પરમેશ્વર
એના માટે કરું હું સાજ શણગાર,
હું તો માનું
શામળીયાને મારા સ્વામી
થઈ જાઉં ધન્ય હું દામોદરને પામી,
શ્યામ મારા મન નો માણિગર
સજાવી રાખું તનરૂપી મારું ઘર,
મન ને મંદિર બનાવું,
હૈયામાં સુંદર શ્યામને હું તો રાખું,
સમર્પણ કરું કેશવને જીવન આખું,
કૃષ્ણ તમે મારા જીવનભરના સંગાથી,
ના ડર મને,હોય ભલે કોરોના કેરી મહામારી,
છે એમાંથી ઉગારવાની શ્રીકૃષ્ણની જવાબદારી,
હે કાના ના માંગુ હું બીજું કંઈ
બસ દુર્ગુણો પર વિજય સ્થાપું.
હાલક ડોલક થાય જો મારા જીવનરૂપી ડાળી,
કરજે તું રખેવાળી બની મારા જીવન બાગનો માળી.