મારું મન મોહી ગયું
મારું મન મોહી ગયું

1 min

118
ઝરમર ઝરમર વરસતા વરસાદ નિહાળતા
પેલા મોરલિયાના ટહુકા સાંભળતા
મારું મન મોહી ગયું,
ચોમેર હરિયાળી નિહાળી
ઉજળો દૂધ કપાસ નિહાળી
મારું મન મોહી ગયું,
ઉભરાયેલ નદી નાળા નિહાળતા
નેવાના પાણીનો સંગ્રહ કરતા
નીતનવી પ્રવૃત્તિ કરતા
મારું મન મોહી ગયું,
કાગળની હોડી બનાવી તરતી મૂકતા
નિહાળી એ નાના ભૂલકાઓને
મારું મન મોહી ગયું,
પ્રેમી યુગલની પ્રિય ઋતુ
ખેડૂતની અમર આશાની ઋતુ
આ રળિયામણી ઋતુ નિહાળી
મારું મન મોહી ગયું.