ગર્વ
ગર્વ
ગર્વ છે મને શિક્ષક હોવાનો,
મારો વ્યવસાય પવિત્ર હોવાનો,
નાના નાના ભૂલકાઓને વાર્તા સંભળાવવાનો,
ગર્વ છે મને શિક્ષક હોવાનો.
માનો એટલું સહેલું નથી આ કાર્ય,
કરે કામ કુંભાર માટી સાથે ઘડે એ તો ઘડુલા,
અમારે તો કરવાનુ છે કામ,
એની સાથે છે ઈશ્વર સમ બાલુડા.
સહેલા કામ તો કોઈ પણ કરે,
મને ગર્વ છે કપરું કામ પાર પાડવાનો,
ગર્વ છે મને શિક્ષક હોવાનો.
છે ગર્વ દેશના ભાવિને ઘડવાનો,
છે ગર્વ સર્જકોને એની શક્તિનો,
અહેસાસ કરાવવાનો,
રમત રમાડી શરીર સૌષ્ઠવ વધારું,
બૌદ્ધિક ગેમ રમાડી બુદ્ધિ તેજ બનાવું,
સંકલ્પ છે એટલો દેશના,
ભાવિ નાગરિકને સાચો માણસ બનાવું.