પરિવાર
પરિવાર
નથી સોના ચાંદીના થાળ
નથી હીરા મોતીના હાર,
નથી બંગલો ફાઈવ સ્ટાર
નથી સ્કોર્પિયો કે થાર કાર,
છતાં આનંદ છે હૈયામાં અપાર,
કારણ કે સાથે બેસી જમી રહ્યો છે પરિવાર,
મળે છે પરિવાર જે હોય નસીબદાર
થાર કે હારની લાલચમાં છોડશો ના પરિવાર
કેટલાક તો તોડે સમાજ માટે પરિવાર
પાનું છે સમાજ બુક છે પરિવાર
તોડી નાખજો પાનું નિભાવી લેજો પરિવાર
સુખી જીવનનો સાર સાથે હોય પરિવાર,
બંધન નથી પણ વિકાસની દાંડી છે પરિવાર
કામનો બોજ કરે હળવો, થાય પ્રેમનો વરસાદ
હોય જો સાથે એક પરિવાર,
વિશ્વનો રેકોર્ડ તૂટે જો હોય એક પરિવાર
કરોડોની સંપત્તિ થાય બરબાદ થાય જ્યારે અલગ પરિવાર
ડિપ્રેશન વધારે, કાર્યભાર વધારે અલગ પરિવાર,
સાંભળજો સૌ સંદેશીનો આ સાદ
તોડી પરિવાર ન કરજો જીવન બરબાદ.