STORYMIRROR

Zala Rami

Inspirational Children

3  

Zala Rami

Inspirational Children

હોળી આવી

હોળી આવી

1 min
184

હોળી આવી હોળી, રંગ બેરંગી હોળી,  

આવી દુર્ગુણો પર સદ્ગુણોનો વિજય લાવી


ખજૂર ધાણી ટોપરાની  રંગત લાવી

હોળી આવી હોળી,રંગ બેરંગી હોળી આવી


નાના મોટા સૌ માટે ઉમંગ અનેરો લાવી 

હોળી આવી હોળી રંગ બેરંગી હોળી આવી


આવો ઘેરૈયા મન મૂકી નાચો સટાસટ

બહેનો મારી રાસ ગરબાની બોલાવો રમઝટ

હોળી આવી હોળી આવી


ઉત્સાહનો અનેરો તહેવાર લાવી

કહે સંદેશી સાંભળજો સૌ જન 

કરજો દુર્ગુણોનું દહન, કરું વિનંતી જોડી બે કર

સંદેશો પાઠવજો હરેક ઘર


દુર્ગુણો કરી દહન સદગુણ અપનાવજો 

ખજૂર ધાણી ટોપરાની રંગત માણી

સ્વાસ્થ્ય તમારું સુધારજો


પ્રેમને સદગુણોની રૂપી રંગો તમે રેલાવજો

ચારે દિશામાં સદગુણોની મહેક ફેલાવજો

ખરા અર્થમાં હોળી ધૂળેટી તમે મનાવજો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational