આઝાદી
આઝાદી
ઉજવી લીધો આઝાદી દિવસ ?
ગણગણી દેશભક્તિ ગીત ?
ફરકાવી દીધો તિરંગાને
કરી દીધું રાષ્ટ્રગીતનું ગાન,
વિચાર્યું ક્યારેય કેટલા છો તમે આઝાદ ?
અંગ્રેજોથી તો આઝાદી મળી ગઈ
બાપુની મહેરબાનીના કારણે
શું અત્યારે આપણે આઝાદ છીએ ?
બધા કહે કરીએ અમે અમારી મનમાની,
મનનાં આ દુર્ગુણથી ક્યારે મળશે છુટકારો
મોબાઈલની અતિ આદતથી ક્યારે મળશે છુટકારો,
આપણે છે રાજા, મન હોય છે આપણું ગુલામ
કહી ગયા વડીલ આપણાં શાણા આપણે ન માન્યા,
હવે ગુલામ કરી બેઠો રાજા પર વાર
આત્મા બની ગઈ મનની ગુલામ,
અહિંસાને જકડી લીધી હિંસાએ
આળસે જકડી લીધી સ્વચ્છતાને,
કસરત અને રમતને જકડી રાખી પબ્જીએ
સાત્વિકતાને જકડી રાખી ફાસ્ટફૂડે
દેશપ્રેમીને જકડી લીધા બ્યુટીપાર્લરે
સારા વિચારોને જકડી લીધા નિંદા કૂથલીએ,
ઊંઘને પણ જકડી લીધી પૈસાની લાલચે
છતાં કહે માનવ અતિ શાનથી
અમે આઝાદ છીએ.