STORYMIRROR

Irfan Juneja

Romance Tragedy

4  

Irfan Juneja

Romance Tragedy

એક નારીની વેદના

એક નારીની વેદના

1 min
26.9K


પ્રશ્ન:


તું હજીયે એની વાટ જોવે છે,

જેને તારા અસ્તિત્વને હોમી નાખ્યું.


તું હજીયે એની વાટ જોવે છે,

જેને તારી જિંદગી વેરાન કરી નાખી,


તું હજીયે એની વાટ જોવે છે,

જેને તારી લાગણીઓ ને ચકના ચૂર કરી નાખી,


તું હજીયે એની વાટ જોવે છે,

જેને તારા દિલ ને હચમચાવી નાખ્યું..


તું હજીયે એની વાટ જોવે છે,

જેને તારા યૌવનની સુંદરતા હોમી નાખી.


ઉત્તર:


હું એની વાટ જોવું છું,

જે ક્યારેક મારા સપનાઓનો રાજકુમાર હતો,


હું એની વાટ જોવું છું,

જેની સાથે મેં સાત વચન લીધા હતા,


હું એની વાટ જોવું છું,

જે મને ક્યારેક વ્હાલથી પંપાળતો હતો,


હું એની વાટ જોવું છું,

જે મારી સાથે પ્રેમભરી વાતો કરતો,


હું એની વાટ જોવું છું,

જેના કારણે આજે હું અખંડ સૌભાગ્યવતી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance