ક્ષમા
ક્ષમા
1 min
14K
દિલ દુભાવ્યું,
આંસુડે રડાવી,
મારી વ્હાલી પ્રિયે.
સાચા હ્રદયથી,
હાથ જોડી,
ક્ષમા ચાહું પ્રિયે.
વિશ્વાસ તોડ્યો,
નિરાશ કરી,
મારી લાડલી પ્રિયે.
સાચા મનથી,
દિલની ગહેરાઇથી,
ક્ષમા ચાહું પ્રિયે.
નારાજ કરી,
ઉદાસ કરી,
મારી મધુર પ્રિયે.
સાચા શબ્દોથી,
કવિતાના સ્વરૂપથી,
ક્ષમા ચાહું પ્રિયે.
અબોલો થયા,
વિખુટા પડ્યા,
મારી વ્હાલી પ્રિયે.
વચન આપું,
નથી થાઉં દૂર,
ક્ષમા ચાહું પ્રિયે.
માની જા હવે,
ના રહે નારાજ,
મારી લાડલી પ્રિયે.
કસમ છે તને,
મારી દોસ્તીની,
ક્ષમા ચાહું પ્રિયે.
ફરી જીવીશું,
એવા જ ભાવથી,
મારી મધુર પ્રિયે.
નહીં આવે અડચણ,
આપણી વચ્ચે,
ક્ષમા ચાહું પ્રિયે.

