STORYMIRROR

Irfan Juneja

Others Romance

3  

Irfan Juneja

Others Romance

આવ સંગ ક્યારેક

આવ સંગ ક્યારેક

1 min
13.3K


હું છું મોર ને,

તું છે મારી ઢેલ,

આવ સંગ ક્યારેક,

થનગાટ કરવા.


હું છું સવાર ને,

તું છે મારી સાંજ,

આવ સંગ ક્યારેક,

સમય બદલવા.


હું છું ચાંદ ને,

તું છે મારી ચાંદની,

આવ સંગ ક્યારેક,

રોશની ફેલાવવા.


હું છું હૈયું ને,

તું છે મારી પ્રીત,

આવ સંગ ક્યારેક,

પ્રણય કરવા.


હું છું સાગર ને,

તું છે મારી સરિતા,

આવ સંગ ક્યારેક,

મિલન કરવા.


હું છું વન ને,

તું છે મારી વનરાયું,

આવ સંગ ક્યારેક,

હરિયાળી ફેલાવવા.


હું છું પુષ્પ ને,

તું છે મારી કળી,

આવ સંગ ક્યારેક,

સુગંધથી મહેકાવવા.


હું છું ઈરફાનને,

તું છે મારી પ્રિયતમાં,

આવ સંગ ક્યારેક,

દિલ ખોલીને જીવવા.


Rate this content
Log in