અમે તો નાના નાના બાળ
અમે તો નાના નાના બાળ
અમે તો નાના નાના બાળ
કરીએ મસ્તી ને તોફાન
ન આવીએ કોઈને હાથ
ફરીએ પીપળીઓ ને ઝાડ
અમે તો નાના નાના બાળ
કરીએ ધમપછાડા આજ
ન આવીએ કોઈને હાથ
ફરીએ વાળી ને ખેતર
અમે તો નાના નાના બાળ
રમતા લખોટી ને ટાયર
ન આવીએ કોઈને હાથ
ફરીએ પાદર ને તળાવ
અમે તો નાના નાના બાળ
કરીએ નાટક પુરા અપાર
ન આવીએ કોઈને હાથ
ફરીએ મંદિરો ને બાગ
