Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Irfan Juneja

Others

3  

Irfan Juneja

Others

તું છે

તું છે

1 min
13.3K


પ્રેમનું સ્વરૂપ તું છે,

જીવનની અનમોલ ઘડી તું છે,

લોકો પામવા મથે છે આખી જિંદગી,

જિંદગીની એ મંજિલ તું છે.


યાદોનું તુફાન તું છે,

ઈશ્વરની કરામત તું છે.

જેને પામતા જ મળે જિંદગીમાં સુકુન,

જિંદગીનો એ શ્વાસ તું છે.


વિશ્વાસની ધરા તું છે,

મનની ઉર્મિઓ તું છે,

જેના મળવાથી થાય તૃપ્તિ,

એ સંતોષની શિલા તું છે.


હરફનો આકાર તું છે,

શબ્દોનું બંધન તું છે.

જેને વાંચતા જ થાય આંખો ભીની,

એ વ્હાલભર્યું પુસ્તક તું છે.


Rate this content
Log in