STORYMIRROR

Irfan Juneja

Romance

3  

Irfan Juneja

Romance

બલિદાન

બલિદાન

1 min
14.6K


તું જો રહે જીવનમાં ખુશહાલ,

તો મારી લાગણીનું બલિદાન આપી દઉં,

ન રહે તારી આંખમાં આંસુ,

તો મારી ભાવનાનું બલિદાન આપી દઉં..

વરસે જો તારો પ્રેમ બીજા માટે,

તો મારા આ સંબંધનું બલિદાન આપી દઉં,

નળે તને જો મારી હાજરી,

તો આ જિંદગીનું બલિદાન આપી દઉં..

કરે જો જીવનમાં પ્રગતિ મારા વગર,

તો મારા એ સાથનું બલિદાન આપી દઉં,

જો ભૂલવા ચાહે મને જીવનમાં,

તો આપણી એ યાદોનું બલિદાન આપી દઉં..

શાંતિ જોઈએ તને જો જીવનમાં,

તો મારા સ્વરનું બલિદાન આપી દઉં,

હાસ્ય જોઈએ તને જો જીવનમાં,

તો હું જોકર બનવાનું બલિદાન આપી દઉં..

પ્રિયે જો તું ચાહે જીવનમાં સાથ મારો,

તો દરેક પળનું બલિદાન આપી દઉં,

ઈરફાન નામથી થાય તને જો લગાવ,

તો મારા આખા જીવનનું બલિદાન આપી દઉં..


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Romance