STORYMIRROR

Harshida Dipak

Romance

4  

Harshida Dipak

Romance

ઊઘડી છે હરઘડી

ઊઘડી છે હરઘડી

1 min
27.2K


તું પ્રણય વહેતો મૂકે તો ફરફરું હું હરઘડી

ચાર આંખે જગ દીશે છે ક્યાંય ન એને જડી


ગીત ગરવાં ગાઈને રોજ ઝૂલે ઝૂલતી

એ જ ગીતોના શબદમાં ઉઘડી છે હરઘડી


કોઈ ઝબકોળે મને એક ટહુકામાં છતાં

રાત અંધારી થતાં ને ચાદરે કાં સળ પડી


મૌનમાં ફરતી બધેને હેત તારું પામતી

તોયે તારા મૌનની તૂટે નહીં એકે કડી


આવને તું આવને હું આવકારો આપતી

નાજી ના..નાજી ના..ની એક તારી લત પડી


બાગમાં ખીલતાં ફૂલો તો એક 'દી મુરઝાય છે

હાશકારો તો થશે જો ખીલતાં આવે જડી


કોક'દી તો આ સમયને પારખી લેવો પડે

હું સમયનો સાથ જીવનમાં ભરું છું અબઘડી


સાત ભવની પ્રીતડી છે ખૂબ અઘરી છોડવી

તું કૃપા કરજે જરા અરજ છે પાયે પડી


Rate this content
Log in

Similar gujarati poem from Romance