સાવ નોખી રીતે
સાવ નોખી રીતે


સાવ નોખી રીતે બોલાવે મને તો છે,
આડકતરી રીતે લોભાવે મને તો છે.
ગાલમાં ખંજન અધર ગુલાબની કયારી,
ઝુલ્ફ વિખરાયેલી બ્હેકાવે મને તો છે.
સ્વપ્નમાં ચુમેલ ચુંબનની એ ધ્રુજારી,
હરવેળા હર પ્હોર તડપાવે મને તો છે.
સ્વર્ણ ધારે રૂપ વરસે તન-બદનથી જયાં,
એ નજાકત સઘળી છલકાવે મને તો છે.
ગોપી ફૂકે વાંસળી ને સાંભળે કાન્હા,
આ મનોહર દૃશ્ય ભરમાવે મને તો છે.
આમ્રકુંજે ગૂંજતી કોયલ મધુરી કયાં ?
આ નગર પથ્થરનું શરમાવે મને તો છે.
છું સિતારો આભનો પળમાં ખરૂ ઝબકી,
કોણ 'જોગી' રોજ ઝબકાવે મને તો છે.