STORYMIRROR

Kailash Vinzuda

Others Romance

4  

Kailash Vinzuda

Others Romance

મન થ્યું

મન થ્યું

1 min
27.1K


ઝીલ જેવી આંખમાં તારી ડુબી જાવાનું મન થ્યું,

પાંખમાં તકરાર આખી લઈ ઉડી જાવાનું મન થ્યું.


એક ફરફોલો હતો હું તો કર્યો સ્પર્શ તમે તો,

આજ ફરફોલોને પણ મોતી બનીજાવાનું મન થ્યું​.


હું હતો પ્રખર અહીં જ્વાળામુખી જેવો છતાંએ,

ફુક મારી એમણે તો ખડભળી જાવાનું મન થ્યું.


તારું યૌવન ખૂબ કામણગારુ છે હોં એટલે તો,

હીમને તારી ઉપર જો પીગળી જાવાનું મન થ્યું.


આલિંગન તારું મને લાગે વહાલું ખૂબ જોને,

તુજ હુંફાળા બદનમાંએ ઢળી જાવાનું મન થ્યું.


દિલને શુકુન મળ્યું આપનાએ આવવાથી,

આપ માટે સાત સમંદરને ગળી જાવાનું મન થ્યું.


Rate this content
Log in