પગદંડી રે!
પગદંડી રે!
પગદંડી રે પગદંડી,
મંઝિલ તરફ જતી પગદંડી,
ચોમાસામાં કેવી દેખાય?
પગદંડી રે પગદંડી,
આજુબાજુ હરિયાળી હોય,
વચ્ચે કાદવવાળી પગદંડી,
શિયાળામાં કેવી દેખાય?
પગદંડી રે પગદંડી,
આજુબાજુ બાઝે ઝાકળ,
વચ્ચે ભીની માટીવાળી પગદંડી,
ઊનાળામાં કેવી દેખાય?
પગદંડી રે પગદંડી,
બન્ને તરફ હોય સુકુ ઘાસ,
વચ્ચે કોરી સુકી પગદંડી,
ક્યારેક કાંટા ભરેલી પગદંડી,
ક્યારેક કાંટા વિનાની પગદંડી,
ક્યાંક ખરબચડી પગદંડી,
ક્યાંક લીસી-સુવાળી પગદંડી,
આજુબાજુમાં ફૂલ દેખાય,
કોઈ ગુલાબી કોઈ બરગંડી,
ક્યારે અગ્નિપથ લાગે પગદંડી,
ક્યારે ઠંડક આપતી પગદંડી,
ક્યારેક મળે કોઈ સજ્જન,
તો ક્યારેક મળે કોઈ પાખંડી,
પગદંડી પર ચાલતા રહેવું,
ભલે ગરમી હોય કે હોય ઠંડી,
પગદંડી રે પગદંડી,
મંઝિલ તરફ જતી પગદંડી!