STORYMIRROR

Aswin Patanvadiya

Children Others

2.6  

Aswin Patanvadiya

Children Others

કેરી

કેરી

1 min
381


ઝૂલતી કેવી મસ્તમઝાની, કેરી પેલા આંબા ડાળ,

ટકર- ટકર જોયા કરતા, ગાયો ચરાવતા બાળક ચાર.


ઝૂલતી કેરી આંબાડાળને, પગમાં જોર ચઢાવતી,

ઝટપટ છલાંગ લગાવી, કાંટાળી વાળ કૂદાવતી.


જોર કરી પત્થર લગાવતા, પાંદડિયો સોર મચાવતી,

મ્હોં ફાળી કાબરી ભૂકે, સૂતેલા કુંભકર્ણને જગાડતી.


મૂંછ મરડી ઊભો થયો, આંખો તેણી ડરાવતી,

ભાગવા માંટે છીંડું શોધીએ, વાડ જ નજર આવતી.


કેટલા દિ'ની કેરી ખાધેલી, આજે તે ધરાવતી,

બચવાનો કોઈ આરો નથી, કૃષ્ણની યાદ આવતી.


માળીની ફર- ફર ધોતી ફરકે, આંબાડાળ ફસાવતી,

ચર- ચર કરતી ધોતી ફાટે, માળીને ગુલાંટ ખવડાવતી.


ત્યાં દીઠી એક ઝાંપલી, તે ઘરની વાટ બતાવતી,

વર્ષો બાદ ફરી આજ મને એ વાડીની યાદ આવતી.


કેમ એ વાડી તણી મીઠાશ, આ મોંઘી કેરી ન આવતી ?


Rate this content
Log in

Similar gujarati poem from Children