ભેરુબંધ
ભેરુબંધ
ભાગોળે રમતા ને નફાનો હિસાબ હતો બંધ,
નુકશાન વગરનો અમે ધંધો કર્યો સૌ ભેરુબંધ.
ગાંઠનું ખર્ચીને રાખ્યા'તા બે ચાર ગોઠિયા,
સવાર સાંજ એકમેકને ગોતતા'તા પોઠીયા.
વંહેચતા વળી સુખદુઃખની વાતો સહુ દોસ્ત,
ચાર પાંચ દાળિયાના દાણા ખાઈ બહુ મસ્ત.
હુતુતુ રમતા રમતા ખેંચતા ટાંટિયા બે યાર,
દોકડા તો હતા નહીં વંહેચતા મફતમાં પ્યાર.
બચપણની સોબત કરતા બન્યા'તા સૌ મિત્ર,
વગર કેમેરે પડેલા દિલમાં સાચવ્યા છે ચિત્ર.
ભાગોળે રમતા ને નફાનો હિસાબ હતો બંધ,
પારકી પળોજણમાં આજ ભુલાયા ભાઈબંધ.