નસીબ
નસીબ
મળે ખજાનો ખોદ્યે, નકારે ખોદવું મુનાસીબ,
એવા એદીની આળસનું નામ રાખ્યું નસીબ.
જુવે સપના સૌંદર્ય પામવાને ઓઢી રજાઈ,
ઉઠે નહીં સાકાર કરવા ભલેને જિંદગી જાય.
બનવું છે સમ્રાટ વગર લડ્યે કે હૃદય જીત્યે,
નસીબ ખીલે એવા તઘલકના તરંગ વીત્યે.
ખૂટે છે ધીરજ, હિંમત કે પરિશ્રમમાં શ્રદ્ધા,
પૂછે નસીબનું જ્યોતિષને રાખી અંધશ્રદ્ધા.
વાંચે જ્ઞાન, વિજ્ઞાન ને તર્ક અનુભવસિદ્ધ,
ખીલે નસીબ તો સાચું એ વાત સત્ય સિદ્ધ.
મળે ખજાનો ખોદ્યે, નકારે ખોદવું મુનાસીબ,
દિલ દિમાગ ને હાથ પગમાં વસે છે નસીબ.