આ બાળને
આ બાળને
1 min
197
આપશો ના આમ હદ ઉપરાંત વજન,
આ બાળને આપજો ઉડવા ગમતું ગગન.
આ હોમવર્કની માયાજાળ દૂર કરીને,
આ બાળને આપજો રમવા એક ચમન.
ઇચ્છાઓની આ આગ બૂઝાવજો હવે,
ગમતું કશું કરવા દઇ દૂર કરજો બાળની તપન.
સપનાઓ અધૂરાં આમ થોપી દઈ હરબાર,
કરશો ના આ બાળની ગમતી દિશાનું હનન.
કરજો કદી એવુંય તમે ક્યારેક ક્યારેક,
મળી જાય આ બાળનું આદરભર્યુ નમન.
છે એક પંખી સમાન એ "નીલ "તો પિંજર ખપે?
આપી દો હવે આ બાળને ઉડવા ખુલ્લું ગગન.