ઈચ્છાની કણસ
ઈચ્છાની કણસ
1 min
47
વીતે વરસ પછી વરસ
ને વધતી રહે છે તરસ,
નિ:સ્વાર્થ થાય ના કામ
કેમ કહેવું પછી સરસ ?
વાવો ઉત્તમ સમયે સમયે
પાકે પછી પુષ્કળ જણસ,
દર્દ અહીં નજીકના આપે
યથાવત રહે પછી કણસ,
પામી ને અઢળક પછી પણ
મટે ખરી ઈચ્છાની ખણસ ?