પ્રેમ
પ્રેમ
તાપ આમ તો ભારી વર્તાય છે જગે,
પ્રેમ ચંદરવો બની ગઝલમાં ઉતરે છે,
દરદની કોઈ જાત ગણાય છે જિંદગી,
છતાં ગમતું કોઈ મલમ બની પ્રસરે છે,
એ સનમની આંખે ઉપવન આખુંય છે,
માટે દ્રશ્યો બધા રંગીન બની ઉભરે છે,
સસ્મિત વ્યવહાર કાયમી બધે થયો છે,
સંબંધોમાં એટલે ભીનાશ હર પ્રહરે છે,
દ્રશ્યો જીવતરના સદાય રુડાં બન્યા છે,
લાગણી પળેપળ હવે તો આ નજરે છે.