વાંચો
વાંચો
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
336
પહેલા ચહેરાને પળવાર વાંચો
નયનનો પછી રોજ અણસાર વાંચો,
જે આપી શકે છે જગે રોજ એનો
સમયસર હવે કોઈ ઉપકાર વાંચો,
એ બારી છે ખૂલી જો આજે સવારે,
નવી ભીડના હવે સમાચાર વાંચો,
છે પથ્થર બનેલો એ સંજોગ સાથે,
છતાં છે બચેલો એક ધબકાર વાંચો,
ન બોલે એ નબળો જણાતો ભલે હો,
છે એની જ ભીતરમાં લલકાર વાંચો.