STORYMIRROR

Nilesh Bagthriya

Others

3.6  

Nilesh Bagthriya

Others

પાર્થ પણ લાચાર બને

પાર્થ પણ લાચાર બને

1 min
61


રાહે નીકળી સવારે-સવારે,

મંઝિલનું શમણું સાકાર બને,


ટીપાઈ ટીપાઈ આ જીવતરે,

નક્કર એક જો આકાર બને,


હોય હૈયાં વસતા વિશાળ જ્યાં,

નક્કી ત્યાં જ રૂડો આવકાર બને,


આપતા કશું પણ ખચકાટ ન હો,

એ જ તો આ જગે શાહુકાર બને,


ને, હોય બધા અંગત-અંગત સામે,

પાર્થ જેવો પાર્થ પણ લાચાર બને.


Rate this content
Log in