જરુર છે
જરુર છે
કષ્ટ મળે કબૂલ ને મંજૂર છે,
પણ સ્વાભિમાન જરુર છે.
અન્યાય સામે મૌન રખાય,
પછી ચીર હરણ જરુર છે.
સમયે થાય નહીં કશુંય કાર્ય,
મનમાં પછી તપન જરુર છે.
અસત્ય હોય જો રજુઆત,
આ હોઠ પર કંપન જરુર છે.
ને, આ જગે કો' માણસ મળે,
ચોક્કસપણે નમન જરુર છે.