બેનડી
બેનડી
1 min
122
વિદાય થઈ છે હવે આ ઘરમાંથી,
દિલમાં રોજે અકબંધ સાચવી છે,
આંસુ થઈને સરકી ગઈ આંખેથી,
હજીયે રૂમાલે રૂમાલે સાચવી છે,
ઢીંગલી ઉતરી ના હવે શોકેશેથી,
છતાં ઘર ઘરની રમત સાચવી છે,
ગોળ પાંચીકડા સરક્યા ગોખલેથી,
ઢબો ને ઢસ ગૂંજ રોજે સાચવી છે,
પગે લાગી ઠેસ જ્યારે રાહના પથ્થરથી
'ખમ્મા વીરાને' આશિષ હૈયે સાચવી છે,
બાંધી કાંડે રક્ષા જ્યારે બેનડીએ સૂતરથી,
અનમોલ ઘડી ભાઈએ વર્ષભર સાચવી છે.