અરીસો
અરીસો


રેતનું અગ્નિને તર્પણ
કર્યું રજત સ્તર અર્પણ
બન્યો સુંદર સહ દર્પણ,
સ્વદર્શન સખો અરીસો
ઝળકતો ચમકતો લીસો
મૂંગો કાચ પાડતો ચીસો,
પ્રકૃતિનું પડતું પ્રતિબિંબ
ઉલટું ભાસતું જલ બિંબ
આડી ઉભરે પ્રતીક નિંબ,
આબેહૂબ પાંગરે પ્રતિકૃતિ
જમણે બને ડાબી આકૃતિ
છબી છતી છાવરે મૂર્તિ,
એક એક આરસી હાથમાં
પ્રતિમા એક એક બાથમાં
તસ્વીર બહુ બેઉ જો સાથમાં,
સપાટ જો કાચ હોય
પ્રતિકૃતિ સાકાર તોય
સુંદર ને મૌલિક જોઈ,
આરસી કાચ જો અંતર્ગોળ
અને વળી હોય બહિર્ગોળ
દૂર પાસે નાની મોટી ગોળ.