STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Inspirational Others Children

4  

PADHARIYA DINESHKUMAR

Inspirational Others Children

આવો બાળકો શાળાએ

આવો બાળકો શાળાએ

1 min
341

આવો બાળકો શાળાએ કરીએ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ

ભવ્ય રાષ્ટ્ર નિર્માણ ભવ્ય સમાજ નિર્માણ,


સૌને સૌની પાંખ મળે સૌને સૌનું જ્ઞાન

ચારે દિશામાં સ્મિત વહે વહે તમારું જ્ઞાન,

આવો બાળકો શાળાએ કરીએ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ,


અભણ રહી શા માટે અંધકારને પીવો

કહે શાળાના શિક્ષકો તું થા તારો દીવો,


તમારા અજવાળા પહોંચે ગામે ગામ

ધ્રુવ એકલવ્યની જેમ તમે બનો મહાન.


આવો બાળકો શાળાએ કરીએ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ

સરસ્વતી ના ફળીએ સંસ્કારોની સુગંધ મહેકે,

એ સુગંધ ને પામી તમે બનો મહાન,


તમારા ઘરઘર સુધી પહોચાડો તમારું જ્ઞાન

સમાજ કેરા દરિયામાં હાંકો શિક્ષણ કેરુ વહાણ 

આવો બાળકો શાળાએ કરીએ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational