દેશના જવાનો
દેશના જવાનો
દેશના જવાનો ને સત સત નમન
ધન્ય છે ભારતના જવાનોને,
સરહદ ઊભા જઈ.
દેશની સીમાની રક્ષા કરે ખભે વજન ઘણુંખરું લઈ
.
દિવસ રાત એ ઊભા રહીને,ચોકી કરે સીમા પર જઈ.
પરિવારની બધી ચિંતા ત્યાગી, દે છે કુરબાની ભઈ.
નાપાક હરકત પાકિસ્તાનની,કદી સફળ થવા દે નઈ.
ભારતીય સેના ગેમ જાણીને, જવાબ આપે છે ભઈ.
કુડિયા કેવી કપટ કરે ને, કેવો દગો કરે છે ભઈ
ભોળા લોકોને ગોળીયે માર્યા, પહેલગામ છૂપા જઈ.
નમન છે વડાપ્રધાન સાહેબને નિણર્ય કરે છે સઈ.
ઘટના જોઈને હૃદય પીગળયુ, ચેતવણી કરે છે જઈ.
કપટબાજોને પાઠ ભણાવે,ભારત સેના કેવી સજ થઈ.
વળતો પ્રહાર એવો કરે,હાથમાં મિસાઈલ ગોળા લઈ.
મહાન તેમના માતા પિતા,જેઓની આર્મીમાં ભરતી થઈ
દિનેશ વિનવે પાયે પડીને,પ્રભુ રક્ષા કરજો એમની જઈ.
જય ભારત માતા
રચનાકાર=દિનેશ પઢારીયા (મેમણા)
