STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Children Stories Others Children

3  

PADHARIYA DINESHKUMAR

Children Stories Others Children

બાળમજૂરી

બાળમજૂરી

1 min
164

જગતમાં વાતો થાય છે ન્યારી,

બાળ મજૂરી દૂર કરો ભાઈ સારી,


વિરોધ કરે સૌ ભેગા થઈને 

મહાનતા બતાવે છે ભૈ સારી,


જગતમાં વાતો થાય છે ન્યારી

માને છે બાળકને ભગવાન રૂપને,

બાળ મજૂરી કરાવાય છે સારી,


વટથી કહે ચાની લારીએ જઈ 

છોટુ ચા આપને ગરમ ને સારી

જગતમાં વાતો થાય છે ન્યારી

બાળમજૂરી દૂર કરો સારી,


એક રૂપિયા માટે રસ્તે રઝળે છે બાળકો 

બાળમજૂરી દેખાય છે પાણીના પાઉંચે

રક્ષણ માટે કાયદાઓ ઘડ્યા ભલે

પણ લાગે બાળમજૂરીની વાત ખાલી,


તેનો અમલ થાય છે કાગળ પર

ક્યાં સુધી ચાલશે જગતમાં આવું 

ભણવાની ઉંમરે છે ચાની પ્યાલી

જગતમાં વાતો થાય છે ન્યારી,

બાળ મજૂરી દૂર કરો ભાઈ સારી.


Rate this content
Log in