ભગવદ્ ગીતા.
ભગવદ્ ગીતા.
હિંદુ ધર્મનો વૈશ્વિક ધર્મગ્રંથ એટલે , ભગવદ્ ગીતા.
કૃષ્ણએ અર્જુનને આપેલ બોધ એટલે, ભગવદ્ ગીતા.
સમગ્ર વેદો અને સર્વ જીવનનો સાર એટલે, ભગવદ્ ગીતા.
સાચી ભક્તિ અને એકાગ્રતાનો સમન્વય એટલે,ભગવદ્ ગીતા કર્મ,જ્ઞાન અને.ભક્તિ યોગ ની ચર્ચા એટલે,ભગવદ્ ગીતા
ગાગરમાં સમાયેલો મહા સાગર એટલે,ભગવદ્ ગીતા.
જ્ઞાનીઓ માટે જ્ઞાાનનો મધપૂડો એટલે ,ભગવદ્ ગીતા.
ભગવાને ગાયેલું ગુણીયલ ગીત એટલે,ભગવદ્ ગીતા.
ચાર વ્યક્તિ વચ્ચેનો સંવાદ એટલે ,ભગવદ્ ગીતા.
શ્રદ્ધાનો, ભક્તિનો, માર્ગ એટલે,ભગવદ્ ગીતા.
ધર્મનો અને સત્યનો આધાર સ્તંભએટલે,ભગવદ્ ગીતા.
રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની ગાથા એટલે ,ભગવદ્ ગીતા.
આખાય વિશ્વનો શ્વાસ અને વિશ્વાસ એટલે,ભગવદ્ ગીતા.
ભક્ત અને ભગવાન વચ્ચે નો સંવાદ એટલે,ભગવદ્ ગીતા.
જીવનની મુશ્કેલીનો સરળ માર્ગ એટલે,ભગવદ્ ગીતા.
નિરાશામાં છુપાયેલી અમર આશા એટલે,ભગવદ્ ગીતા.
રચનાકાર .. દિનેશ પઢારીયા (દિશ) મેમણા
