મોતનું માતમ
મોતનું માતમ
મોતના માતમથી કયાં ડરે છે માનવી.
ભજે છે ભગવાન અંત સમયે.
આખી જિંદગી નવરાશ નથી.
બીજાને નડે છે આ માનવી.
મોતનાં માતમથી કયાં ડરેછે માનવી.
મારું મારુ અને તારામાં ભાગ.
બીજાનું કયાં, વિચારે માનવી
પૈસા કમાવા આજ, ઘેલો થયો
ભેળસેળીયો બન્યો આજ માનવી
મોતના માતમથી કયાં ડરે છે માનવી.
કેવા વાય છે આ કળીયુગના વાયરા.
કામ પડે ત્યારે કાલાવાલા કરે છે
પછી મોઢું ફેરવી લે છે આ માનવી.
પછી તો હું કોણ અને તું કોણ
આવો સ્વાર્થી બનેછે માનવી દિનેશ
મોતના માતમથી કયાં ડરે છે માનવી.
___________________________________________
