આવ્યો રવિવાર આજ મજાનો
આવ્યો રવિવાર આજ મજાનો

1 min

176
આવ્યો આજ રવિવાર મજાનો
લાવ્યો ઊંઘનો ઉપહાર મજાનો
ઘર સફાઈ કરીને, દેવને મનાવવાનો
દેવ દર્શન કરીને. ચા નાસ્તો કરવાનો
આવ્યો આજ રવિવારે મજાનો
આજે તો સૌ પરિવારની સાથે
હળીમળીને રહેવાનો દિન
મોજ મજા કરીને, હરવાનુ ને ફરવાનું
બાળકો, માતાપિતાની સાથે રહી
આખો દિવસ વિતાવવાનો
આવ્યો આજ રવિવાર મજાનો
લાબું લાબું લિસ્ટ બનાવી
ખરીદી કરવાનો દિન
અઠવાડિયામાં એક દિવસ
છે મનોરંજન કરવાનો
બીજા દિવસે પાછા નોકરી પર જાવાનું
આવે પાછો જયારે શનિ રવિ મજાનો
આવ્યો આજ રવિવાર મજાનો