STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

વલોણું ગાજે ને લાલો રે જાગે

વલોણું ગાજે ને લાલો રે જાગે

1 min
125

 વલોણું ગાજે ને લાલો રે જાગે

 મારો લાલો આવી ને મારી મટુકી ઝાલે,


 મટુકી ઝાલે ને લાલો માખણ માંગે

 માખણ માંગે ને, લાલો છેડલો ઝાલે,


 વલોણું ગાજે ને લાલો રે જાગે

 મમ્મી આવીને લાલાને સમજાવે,


 મમ્મી તેમને પારણે પોઢાવે

 પારણામાં લાલો મારો તોફાન કરે,


વલોણું ગાજે ને લાલો રે જાગે

ચારપાંચ બહેનપણીઓ ભેગી મળીને,


એકબીજાને ઈશારા કરીને

લાલાને સમજાવીને શાંત કરે,


તોય મારો લાલો વાત ન માને

વલોણું ગાજે ને લાલો રે જાગે,


કળીયુગનો લાલો મારો નટખટ વધારે

નટખટ વધારે ને બોલે મીઠડું લાગે,


શેરીઓમાં ધૂમ મચાવે મારો લાલો

માખણ મીસરી ખાય મારો લાલ

વલોણું ગાજે ને લાલો રે જાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન