મારા પિતા એ જ મારા માટે ભગવાન
મારા પિતા એ જ મારા માટે ભગવાન
1 min
182
મારા પિતા એજ મારા માટે ભગવાન,
આ જગતમાં લાવનાર પિતા જ ભગવાન,
આંગળી પકડી, શાળાએ લઈ જતાં,
મારી દરેક ઈચ્છાઓ પૂરી કરતાં પિતા,
જયારે જયારે મૂઝાયો જીવનમાં,
ત્યારે મને હમદર્દી આપે મારા પિતા,
લાડથી મુજને કયારેક ધમકી સાથે આપી શીખ,
મારા સાચાં જીવનના કિરદાર મારા પિતા,
"દિશ"આ જગત છે, દાવપેચથી ભરેલું,
પણ તેમાંથી ઉગારે, એજ મારા પિતા.
