પધારો મારે આંગણે.
પધારો મારે આંગણે.
ગરવા ગજાનંદ ગણેશ, પધારો મારે આંગણે.
શિવજીના પુત્ર છો, પાર્વતીના પ્યારા છો.
રિદ્ધિ સિદ્ધિ ના દાતાર, પધારો મારે આંગણે.
ગરવા ગજાનંદ ગણેશ,પધારો મારે આંગણે.
કાર્તિકેયના ભાઈ છો,શુભ,લાભના પિતા છો.
કેતું ના અધિપતિ દેવ,પધારો મારે આંગણે.
ગરવા ગજાનંદ ગણેશ,પધારો મારે આંગણે.
ઉંદરની સવારી છે, શિશ હાથીનું છે.
યુગે યુગમાં અવતારી, પધારો મારે આંગણે.
ગરવા ગજાનંદ ગણેશ,પધારો મારે આંગણે.
પધારો મારે આંગણેબાપા, સ્વાગત તમારું.
ધૂપ ગૂગળથી હું આરતી ઉતારું.
ધરાવું મોતી ચૂરમા લાડુ.
ગજાનંદ પધારો મારે આંગણે.
ગરવા ગજાનંદ ગણેશ,પધારો મારે આંગણે.
