STORYMIRROR

Aarti Rajpopat

Classics Romance

4.0  

Aarti Rajpopat

Classics Romance

સાહચર્ય

સાહચર્ય

1 min
26.7K


ગમતા'તા મનગમતાં થયાં 

સ્વપ્ન એક સળવળ્યું છે...

મનગમતાં મનભાવન થયાં 

ચિતડું જેને ચોર્યું છે...

સપ્તપદીના સાત વચને 

જીવનને સહચરયું છે...

ઉભયમિલનની પાવન ઘડીએ

ઊર્મિ કાવ્ય અવતર્યું છે...

પ્રેમાંકુર ફૂટી છોડ બન્યાં હેતે 

સિંચાયા,એ વૃક્ષ કેવું હર્યુંભર્યું છે...

વ્હાલપના ફળ ફૂલે-ફાલે 

હૈયે અમી સુખ ઝર્યું છે...

સહધર્મચરણની સાર્થકતાથી 

જીવન આજે ફળ્યું છે...

પરમ પિતાની આશિષ વર્ષા 

ઉપવન ફોર્યું મ્હોર્યું છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Classics