શિક્ષા
શિક્ષા


કલ્પનાઓની પાંખો આપી,
ભાવિ સપના આંખે આંજી,
જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવી,
મળતી સૌને દીક્ષા,
શિક્ષક આપે છે શિક્ષા.
ભાષા, ભૂગોળ ને ઇતિહાસ,
જ્ઞાન, વિજ્ઞાન, ગણિતના સમાસ,
ભણતરની ભૂમિકામાં મળતી,
જીવનની સમીક્ષા,
શિક્ષક આપે છે શિક્ષા.
શિસ્ત ને ભાઈચારાનો મંત્ર,
વિવેક, વાણી ને વ્યક્તિ સ્વતંત્ર,
પાઠ જો કદી ચુક્યા,
મળતી આકરી શિક્ષા,
શિક્ષક આપે છે શિક્ષા.
કાચી માટી ઘડતર આપે,
કોરી પાટી, અક્ષર છાપે,
શિક્ષણ થકી બુદ્ધિને તરાશે,
વ્યક્તિત્વના નખશિખ નિખારે,
જીવનની આસાન હો હર પરીક્ષા,
શિક્ષક આપે છે જીવનની શિક્ષા.