STORYMIRROR

Aarti Rajpopat

Inspirational Others

3  

Aarti Rajpopat

Inspirational Others

દાસ નથી

દાસ નથી

1 min
26.6K


કહેવા જેવું તો કાંઈ ખાસ નથી

બસ સફરમાં જરી એ હાશ નથી


જીવતર માટે કેવી છે પીંજણ

'જીવતો છું' હજી એ ભાસ નથી


બે ઘડી નો વિસામો આપ પ્રભુ

બીજી કોઈ હૃદયમાં આશ નથી


લાગણી કેરો પાક લણવો છે

ઉરમાં સ્નેહ કેરા ચાસ નથી


લખવા બેઠા જીવન તણી ગાથા

પણ અહીં મળતા કોઈ પ્રાસ નથી


જિંદગી આમ ના વિતાડ મને

એમ તો તારો કંઈ હું દાસ નથી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational