STORYMIRROR

Aarti Rajpopat

Drama

3  

Aarti Rajpopat

Drama

કોકટેલ

કોકટેલ

1 min
507

ક્યારેક દુઃખ તો ક્યારેક સુખની રેલમછેલ છે ઝીંદગી કોકટેલ છે..

જીવનના રંગમંચે ભજવાતો ખેલ છે ઝીંદગી કોકટેલ છે...


હસવું, રડવું, પ્રેમ, કરુણા, ભક્તિ, ભાવના

નવ રસની પ્યાલી ભરેલ છે, ઝીંદગી કોકટેલ છે..


ખારા, ખાટા, કડવા, મીઠા સ્વાદે, જીવનના જામને, ચુસકીએ લઈ પીધેલ છે ઝીંદગી કોકટેલ છે..


રંક કદી તો કદી રાજા, કિરદાર નિત નવા ભજવાતા,

ઝૂંપડું તો કોઈને મહેલ છે, ઝીંદગી કોકટેલ છે..


અભરખાઓથી ભરેલ, આયખાને માથે,

અધૂરી છલકાતી હેલ છે, ઝીંદગી કોકટેલ છે..!


Rate this content
Log in

Similar gujarati poem from Drama