STORYMIRROR

Aarti Rajpopat

Others

3  

Aarti Rajpopat

Others

હાઈકુ માળા

હાઈકુ માળા

1 min
1.7K


કાષ્ઠ બાંકડે

લાઠી સંગ ઝૂરતી

રે એકલતા


નભ ઝૂક્યું

ને જલધિ ઉછળે

ઐક્ય ક્ષિતિજે


આકાંક્ષા ભરે

ઉડાન; બાંધે બેડી,

જવાબદારી


પારણે ઝૂલે

બાળ, મન હિંડોળે

હિંચે સાજન


વરસી ઘટા

છત્રી ઓથે ઉભા: બે,

ભીંજાય હૈયા


શબ્દ સાથિયા

પૂર્યા, શોભતી રુડી

હાઈકુ માળા


Rate this content
Log in