STORYMIRROR

Aarti Rajpopat

Tragedy

4  

Aarti Rajpopat

Tragedy

પરપોટો

પરપોટો

1 min
557

છલોછલ ભરેલા પ્યાલા જેવું અસ્તિત્વ લઈને ફરીએ..

કિસ્મતની એક ઠોકર ને છલકાઈ ગયા..


ગોરંભયેલા આકાશ જેવું મન..

વેદનાનું એક ગર્જન ને અનરાધાર વરસી ગયા..


અથાગ ઊંડા સાગર સમી વિશાળતા..

આડંબરના

એક ઉછાળે..

કિનારે કિનારે ફેલાઈ ગયા..


વિસ્તરીત અફાટ રણ જેવો ફેલાવો..

સ્નેહની

એક એક બૂંદે તરસી ગયા..


આંખોમાં અષાઢ ઘટાટોપ

વ્યથાના એક ચમકારે..

પાણી ખારા ખારા ચુવી ગયા..


અગાધ ઊંડા કૂવા સમી ગહનતા..

લાગણીના દુકાળે એક એક પગથિયું ડુકી ગયા..


હવાથી ભરેલા પરપોટા જેવું આયખું..

સમયનું એક ઝોકું 

ને ફૂટી ગયા.. !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy