STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Inspirational Children

4  

Minaxi Rathod "ઝીલ"

Inspirational Children

વ્હાલું વાત્સલ્ય

વ્હાલું વાત્સલ્ય

1 min
328

કરું મીઠાં એના હોંઠને એને પિવડાવું વાત્સલ્ય,

ચુમી લઈશ એનું ભાલ ને હૈયે વધાવું વાત્સલ્ય.


એ હસે તો હું હસું અને રડે તો હું પણ રડું,

આપું અનહદ વ્હાલને મારું વહાવું વાત્સલ્ય.


ખમીશ હું દર્દ તને જન્મ આપવાનું ને વિદાયનું,

ઘોડિયે હિરની દોરીને હીંચકે ઝૂલાવું વાત્સલ્ય.


હું નહીં રહું અધૂરી સ્ત્રી થઈશ હું પુરી 'મા' બનું,

તને ઉજાળવા આખું આયખું વિતાવું વાત્સલ્ય.


પરછાંઈ મારી હૂબહૂ સૂરત અને સિરત રંગ રુપ,

પેટમાં ઘડું ઘડતર સંઘાડે ઘોડિયું ઘડાવું વાત્સલ્ય.


મુલાયમ તારું શરિર ને મખમલી આ તારો સ્પર્શ,

કિનખાબી કાપડાંના ખોયે જડતર જડાવું વાત્સલ્ય.


કાચી માટીનાં કારીગર એક ઈશ્વર અને બીજી હું,

"ઝીલ" પોઢાડશે ખોળામાં વ્હાલ જતાવું વાત્સલ્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational