જરીક મન
જરીક મન
નારી છું, કુમળું મન, કુમળી જાત છે,
હાથે મીંઢળ, રૂડી મહેંદીની ભાત છે,
સપ્તપદીના વચન ને સેંથામાં સિંદૂર,
પણ કુંવારું મન ને એ કુંવારી રાત છે,
શબ્દોમાં શ્વાસ ને ગઝલમાં જિંદગી,
ખુદને મળવાનું ને ખુદની મુલાકાત છે,
જરીક મન જરા આઘું-પાછું કરીને,
આ તો બધી મન મનાવવાની વાત છે,
જ્યોતિષીએ કહ્યું તું હસ્તરેખા જોઈ,
સાચવજે ઝીલ તને પાણીની ઘાત છે.