STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Inspirational Others

4  

Minaxi Rathod "ઝીલ"

Inspirational Others

લઈ આવું છું

લઈ આવું છું

1 min
243

ગઝલમાં મારા વિચારો લઈ આવું છું,

શબ્દોમાં થોડો તિખારો લઈ આવું છું,


લાગશે દાહ ને પછી થશે રાખ, થોભ

કાગળ નજીક કિનારો લઈ આવું છું,


તમારો આફતાબ તમને મુબારક હો,

હું બુલંદ મારો સિતારો લઈ આવું છું,


સજાવી રાખો, શણગારી રાખો કવન,

નશીલી કલમનો ઉતારો લઈ આવું છું,


સૂર, સંગીત, કવ્વાલીને મહેફિલ, થશે

વાહવાહી ઝીલ વરતારો લઈ આવું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational