બળદ
બળદ

1 min

203
ચાર ચરણ ધરતી ધૂળ ઉડાડતા
સીમખેતર ભણી લયબદ્ધ દોડતા
ધણી મણિ છાંટી રજની ઘોરીયો
હારબંધ દોડ્યો બે ચાસ દોરિયો
ભરી બલિવર્દ શીંગ જંગ ખુમારી
હળ હથિયારને દોરવણી અમારી
ખેડ ખેતર વાવવું સીમ કર્મકારી
લણવું લાવવું ઉપાડવું ઉપકારી
ખાવું લીલું સૂકું, ઉગાડવું પોષવું
સ્વભાવ ઈંધણધોરી ભાર શોષવું
ચાર ચરણ ધરતી ધૂળ ઉડાડતા
ઢાંઢો કોષ કૂવે જલઘી રમાડતા.