Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nisha Shah

Inspirational Children

4.5  

Nisha Shah

Inspirational Children

શાળા

શાળા

1 min
452


શાળા એટલે છે દેવી સરસ્વતીધામ !

એને વિદ્યાધામ કહો કે સંસ્કાર ધામ !

શાળા મારી બીજી માતા જ કહેવાય,

ઓળખાઉં છું હું આજે નામ એનું લઈ !


ઘંટ વાગ્યો ! ભાગો ભાગો સૌ વર્ગમાં !

રમતનો પિરિયડ પૂરો થયો હવે તો,

ભાષા, ઈતિહાસ, ભૂગોળનો છે વારો,

પછી રિસેસમાં મોજથી માણીએ નાસ્તો !


હા ! ક્લાસમાં મોનિટરનો મોટો રોફ !

ને એ શિક્ષકનો તો જબરો મોટો વટ !

પેલા પ્રિન્સીપાલનો તો સૌથી મોટો ડર !

અને પ્યુન ચપરાસીની કરો ના વાત !


ક્લાસમાં જાતજાતનાં કંપાસની હોડ,

સુગંધી રબર ને અવનવા સંચા જુઓ !

પેન્સિલ, પેન, ચોકની તોડફોડની મજા !

મળે વાર તહેવારે રંગીન કપડાની મોજ !


શાળામાં વ્યાયામ કસરતની કવાયત,

પ્રયોગ શાળામાં વિજ્ઞાનની કરામત !

નિબંધ કવિતા નાટક નૃત્ય હરિફાઈ,

શાળામાં પ્રથમ આવવાની યે હરિફાઈ !


અવારનવાર પિકનીક ઉજાણીની મજા,

દર વર્ષે નવા નવા મિત્રોનું થાય મિલન !

પાટીમાંથી અક્ષર ભૂંસાઈ ગયા હવે તો

નથી ભૂંસાયો હૃદયેથી એ દસકો અમૂલ્ય !


ફરી ફરી મનમાં થાય ચાલો ફરીથી

જઈએ શાળાએ મળીએ એ મિત્રોને

નમન કરીએ એ ગુરુઓને અને ખૂબ

ખૂબ વહાલ કરી આવીએ એ શાળાને !


Rate this content
Log in