શીર્ષક - બતાવ
શીર્ષક - બતાવ
હે ઈશ્વર તું કદી દીકરીનો બાપ બનીને બતાવ,
એક ઘડીક લાડલી દીકરી વગર રહીને બતાવ.
ભલાઈ માટે કઠણ કાળજે તે આંખ દેખાડે છે,
મુખ પર ગુસ્સા સાથે લાડકીને ગમીને બતાવ.
દેવું કરીને પણ કરિયાવર કરે દીકરીના લગ્નમાં,
વેવાઈના ઘરોને સોનેરૂપેથી તું જડીને બતાવ.
દરેક ક્ષણ અદભુત બની જશે દીકરી સાથેની,
વાર્તાની નહિ સાચી પરી સાથે રમીને બતાવ.
દિવસ રાત વીતે પોતાની દીકરીના ખયાલમાં,
લાડકડીના પડછાયાને તું બાથ ભરીને બતાવ.
હૃદય પર પથ્થર મૂકીને ઓળંગાવે છે ઉંબરો,
જગતનું શ્રેષ્ઠ કન્યાદાન તું પણ કરીને બતાવ.
ખિસ્સા હોય ખાલી અને માંગણી હોય મોટી,
દીકરીના સ્મિતનો ખજાનો તું લાવીને બતાવ.