ભારતના અમર ગાંધી
ભારતના અમર ગાંધી
મારા પ્યારા બાપુ,
ગુલામ બનીને બેઠો હતો જયારે મારો દેશ,
સત્યને અહિંસાનો નારો લઈ ચાલ્યા હતા,
મારા પ્યારા બાપુ.
અંગ્રેજોનો ત્રાસ વધતો ગયો હતોને જયારે,
ગરદન નમાવ્યાં વિના શત્રુ સામે લડ્યા હતાં,
મારા પ્યારા બાપુ.
ખબર હતી દુશ્મનોની ખરાબ નીતિઓ વિશે,
છતાં સામી છાતી દુશ્મનો સામે પડ્યા હતાં,
મારા પ્યારા બાપુ.
શરીરથી ભલે દેખાતા હતાં પાતળા બાંધાના,
ભરેલી બંદૂક સાથેના લોકોને પણ નડ્યા હતાં,
મારા પ્યારા બાપુ.
પ્રણ લીધું હતું ભારત દેશને આઝાદ કરવાનું,
જેલ થઇને તો પણ દુશ્મનોથી ડર્યા નહોતા,
મારા પ્યારા બાપુ.
સ્વદેશી વસ્તુઓ વાપરવી એવા આગ્રહી હતાં,
જીવ્યા ત્યાં સુધી ખાદીના કપડાં પહેરતા હતાં,
મારા પ્યારા બાપુ.
દાંડીમાર્ચથી લઈને હિંદ છોડોના આંદોલન સુધી,
અંગ્રેજો દેશથી ભાગ્યા ત્યાં સુધી ઝંપ્યા નહોતા.
મારા પ્યારા બાપુ.
કરકસર પૂર્વક વસ્તુનો ઉપયોગ કરવાનું કહેતા,
જાતે જ પોતાના જરૂરી કપડાંને વણતા હતાં,
મારા પ્યારા બાપુ.
બેરિસ્ટરની ડિગ્રી મેળવી હતી ઇંગ્લેન્ડમાં જઈ.
ત્યાંથી પણ ભારતનું ભવિષ્ય વિચારતા હતાં.
મારા પ્યારા બાપુ.